ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત સરકાર રીઝલ્ટ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત સરકાર રીઝલ્ટ
મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ ૧૦૩/૨૦૧૬૧૭ - આંકડા મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ - એમ બંને કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી / પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટેના સંભવિત ઉમેદવારોની ડોકયુમેન્ટ વેરીફિકેશન માટેની યાદી તા. ૦૫/૦૪/૨૦૧૮ તેમજ તા. ૧૪/૧૧/૨૦૧૮ તથા તા. ૧૯/૧૧/૨૦૧૮ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉકત ડોકયુમેન્ટ વેરીફિકેશનને અંતે ઉકત યાદી પૈકી પસંદગી / પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી, ગેર-હાજર (Absent) અને ગેર-લાયક (Dis Qualified) ઠરેલ ઉમેદવારોની યાદી તેમજ પસંદગી / પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ( Not Selected/ Not Qualified ) ઉમેદવારોની સંયુકત યાદી નીચે આપેલ લીન્ક ફાઇલ પર મૂકવામાં આવેલ છે. જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે.
(૧) જા.ક્ર. ૧૦૩/૨૦૧૬૧૭, આંકડા મદદનીશ (અહીં ક્લિક કરો)
નોંધ
(૧) ઉકત સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં ઉપસ્થિત રહેલ અન્ય તમામ ઉમેદવારો ઉકત બંને પરીક્ષામાં મેળવેલ માર્કસની વિગતો ( MARK-SHEET ની નકલ) gsssbresults.in ની લિંક પરથી તા. ૧૦/૧૨/૨૦૧૮ થી તા. ૩૦/૧૨/૨૦૧૮ દરમ્યાન જોઇ શકશે/ ડાઉનલોડ કરી શકશે. આ અંગે દરેક સંબંધિત ઉમેદવારે પોતાનો કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખવાની રહેશે જેની નોંધ લેવી.
For More Information Source - ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત સરકાર
No comments:
Post a Comment
Thanks for visit my page